England Vs Australia : ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 263 રન બનાવ્યા છે. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. પ્રથમ દિવસના અંતિમ સેશનમાં ઈંગ્લેન્ડે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ઈંગ્લેન્ડે બીજા દિવસની શરૂઆત ત્રણ વિકેટે 68 રનથી કરી હતી અને લંચ સુધીમાં 142 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી.લં ચ પછી, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે (Pat Cummins) માર્ક વુડને આઉટ કરીને ઈંગ્લેન્ડને સાતમો ઝટકો આપ્યો હતો અને પ્રથમ દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી.
ફાસ્ટ બોલર પેટ કમિન્સે (Pat Cummins) ઈંગ્લેન્ડ સામેની બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેણે બેન ડકેટને પોતાનો પહેલો શિકાર બનાવ્યો. બેન 6 બોલમાં માત્ર 2 રન બનાવી શક્યો હતો. હેરી બ્રુક 3 રન બનાવીને આઉટ થયો હતો. પેટ કમિન્સે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટને પણ પેવેલિયનમાં મોકલ્યો હતો. રૂટ 45 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કમિન્સે મોઇન અલીને આઉટ કર્યો, જે 46 બોલમાં 21 રન બનાવી શક્યો હતો. કમિન્સે માર્ક (Pat Cummins) વુડને આઉટ કરીને પાંચ વિકેટ ઝડપી હતી. માર્ક વૂડે ધમાકેદાર ઇનિંગ રમતા 8 બોલમાં 24 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સનું ટેસ્ટ ક્રિકેટમાં આ નવમી 5 વિકેટ છે, જ્યારે ઈંગ્લેન્ડ સામે તેણે બીજી વખત આવું પરાક્રમ બતાવ્યું હતું. મેચની વાત કરીએ તો બીજા દિવસે લંચ સેશન બાદ ઈંગ્લેન્ડનો બીજો દાવ ઓલઆઉટ થઈ ગયો છે. સુકાની બેન સ્ટોક્સની અડધી સદીની ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડે 52.3 ઓવરમાં 237 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવના આધારે 28 રનની લીડ મળી હતી. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન બેન સ્ટોક્સે સૌથી વધુ 80 રન બનાવ્યા હતા. તેણે 108 બોલનો સામનો કરીને 6 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ પછી જેક ક્રાઉલીએ 33 રન બનાવ્યા.
આ પણ વાંચો : 4,4,4,4,4,4,4,6… દુલીપ ટ્રોફીમાં સૂર્યાએ ટેસ્ટને બનાવી T20, બેઝબોલ સ્ટાઈલમાં ફટકારી તોફાની અડધી સદી
નોંધ – અહીં વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો એક માત્ર ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડિજિટલ છાપુ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.