ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન (Sanju Samson) ને એક સારો ખેલાડી માનવામાં આવે છે પરંતુ ટીમ ઈન્ડિયાના પસંદગીકારો દ્વારા તેની ઘણીવાર અવગણના કરવામાં આવે છે. સંજુ સેમસન (Sanju Samson) IPLમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
તેની શાનદાર કેપ્ટનશિપના કારણે તેણે ઘણા ક્રિકેટ બોર્ડને પ્રભાવિત કર્યા છે અને તેથી જ એક ક્રિકેટ બોર્ડે તેને પોતાના દેશ માટે રમવા માટે સંપર્ક કર્યો છે અને તેને 10 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. આખરે શું છે આ સમગ્ર મામલો, અમે તમને આ લેખ દ્વારા આગળ જણાવવા જઈ રહ્યા છીએ.
શું સંજુને આયર્લેન્ડ ક્રિકેટ તરફથી ઓફર મળી ગઈ છે?
સંજુ સેમસનને ભારતીય ટીમમાં અન્ય ખેલાડીઓની સરખામણીમાં ઘણી ઓછી તકો મળી છે અને તેથી જ તેના ચાહકો હંમેશા ટીમ ઈન્ડિયાના પસંદગીકારોથી નારાજ રહે છે.
થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે સંજુ સેમસન (Sanju Samson) ભારત છોડીને હવે આયર્લેન્ડ માટે રમશે કારણ કે આયરલેન્ડ ક્રિકેટ બોર્ડે તેને આયર્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે 10 કરોડ રૂપિયાની ઓફર કરી છે.
સત્તાવાર રીતે પુષ્ટિ થઇ નથી
આયર્લેન્ડના ક્રિકેટ બોર્ડે સંજુ સેમસન (Sanju Samson) ને ઓફર કરી હોવાના સમાચાર મીડિયામાં આગની જેમ ફેલાઈ ગયા પરંતુ સત્તાવાર રીતે તેની પુષ્ટિ થઈ નથી. એટલું જ નહીં સંજુ સેમસને પણ આ મુદ્દે કોઈ માહિતી આપી નથી.
જોકે, બાદમાં આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે માહિતી આપી હતી કે તેઓએ ભારતીય ખેલાડી સંજુ સેમસનને આવી કોઈ ઓફર કરી નથી. એટલે કે આ સમાચાર સંપૂર્ણપણે ફેક હતા.
સંજુ સેમસન આયર્લેન્ડ સાથે સંપર્કમાં રહે છે
ભારતીય ખેલાડી સંજુ સેમસનનું શાનદાર પ્રદર્શન જોઈને દુનિયાના ઘણા ખેલાડીઓ તેના વખાણ કરતા રહે છે અને ઘણા ખેલાડીઓ સંજુને ટીમ ઈન્ડિયામાં ન જોઈને આશ્ચર્ય પણ વ્યક્ત કરે છે.
આટલું જ નહીં IPLમાં સંજુ સેમસનનું પ્રદર્શન જોઈને ઘણા દેશોના ક્રિકેટ બોર્ડે પણ તેના વખાણ કર્યા છે. સાજુ સેમસન અંગે સૂત્રોનું કહેવું છે કે તે હંમેશા આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડના સંપર્કમાં રહે છે. જો કે આમાં કેટલું સત્ય છે તે માત્ર સંજુ સેમસન અને આયર્લેન્ડ બોર્ડ જ જાણે છે.
આ પણ વાંચો: આ વૃદ્ધ ખેલાડીની વર્લ્ડ કપ 2023માં થઇ એન્ટ્રી, રોહિત શર્માએ 15 સભ્યોની ટીમમાં કર્યો મોટો ફેરફાર
નોંધ – અહીં વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો એક માત્ર ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડિજિટલ છાપુ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.