Tamim Iqbal : બાંગ્લાદેશ વનડે ટીમના કેપ્ટન તમીમ ઈકબાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે 2023 વર્લ્ડ કપ પહેલા આ નિર્ણય લઈને બાંગ્લાદેશના ચાહકોને મોટો ઝટકો આપ્યો હતો. તામિમે હાલમાં જ અફઘાનિસ્તાન સામેની વનડે મેચમાં હાર બાદ આ નિર્ણય લીધો હતો. તમિમે પ્રેસ કોન્ફરન્સમાં આ સમાચાર આપ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તે એટલો ભાવુક થઈ ગયો કે તે પોતાની જાતને રડતા રોકી શક્યો નહીં.
Tamim iqbal retire from International cricket
THE END 🙁 #TamimIqbal pic.twitter.com/LGy4SpFkPj— afrin♡︎ (@afrin29_) July 6, 2023
તમિમે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તે ખૂબ જ ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો. તમીમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ક્રિકબઝના જણાવ્યા અનુસાર, તમિમ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “આ અચાનક લેવાયેલો નિર્ણય નથી. હું આ અંગે પરિવાર સાથે વાત કરી રહ્યો હતો. હું મારા પિતાનું સપનું પૂરું કરવા માટે રમી રહ્યો હતો. મારે કહેવું ઘણું નથી. હું એક વાત કહેવા માંગુ છું કે મેં મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. કદાચ હું પૂરતો સારો ન હતો પણ હંમેશા 100 ટકા આપું છું.
One of favourite ?
Happy Retirement Tamim Iqbal#TamimIqbal #Bangladesh #BangladeshCricket pic.twitter.com/40jKawGXlr— Muhammad Bilal (@itsmbilal) July 6, 2023
તમીમ બાંગ્લાદેશના શ્રેષ્ઠ ખેલાડીઓની યાદીમાં સામેલ છે. ટીમ માટે સૌથી વધુ ODI રન બનાવવાના મામલે તે ટોપ પર છે. તમિમ અત્યાર સુધી રમાયેલી 239 વનડે ઇનિંગ્સમાં 8313 રન બનાવી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 14 સદી અને 56 અડધી સદી ફટકારી હતી. તમીમનો શ્રેષ્ઠ ODI સ્કોર 158 રન છે. મુશ્ફિકુર રહીમ આ મામલે બીજા નંબર પર છે. રહીમે 7188 ODI રન બનાવ્યા છે.
Tamim Iqbal crumbles into tears while announcing his international cricket retirement ?????#tamimiqbal #happyretirement pic.twitter.com/dhnEh9jOjO
— UMPIRE view (@Umpire_View) July 6, 2023
આ પણ વાંચો : ઝકા અશરફ PCBના નવા અધ્યક્ષ બન્યા, દરેક નિર્ણય પર વડાપ્રધાનની મંજૂરી લેવી પડશે
નોંધ – અહીં વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો એક માત્ર ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડિજિટલ છાપુ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.